છોટુભાઈ પુરાણી

  • 2.6k
  • 1
  • 756

છોટુભાઈ પુરાણી ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા, સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર એવા છોટુભાઈ પુરાણીનો જન્મ ૧૩ જુલાઇ ૧૮૮૫ના રોજ તેમના મોસાળ ડાકોર ખાતે બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને પ્રસન્નલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના માતા તેઓ માત્ર બે વર્ષની વયના હતા, ત્યારે મૃત્યુ પામ્યા હતાંએમણે પ્રાથમિક શિક્ષણ ડાકોર ખાતે લીધું હતું. પછી તેઓ પિતા સાથે જામનગર ગયા હતા અને ત્યાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. ઇતર પ્રવૃત્તિઓમાં ઘેલું લાગવાને કારણે તેઓ ઇન્ટરમાં પાસ થઈ શક્યા ન હતા અને આથી અમદાવાદ છોડી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા. ત્યાંથી તેઓ મુંબઈની કોલેજમાંથી જીવવિજ્ઞાનના સ્નાતક થયા હતા અને