નીયત

(11)
  • 3.2k
  • 1
  • 1.4k

નીયત- રાકેશ ઠક્કર થિયેટરોમાં રજૂ થયેલી વિદ્યા બાલનની ‘નીયત’ને સમીક્ષકો અને દર્શકોની વધુ પ્રશંસા મળી નથી. કોરોના પછી થિયેટરના વિકલ્પ તરીકે OTT નું મહત્વ વધ્યું હતું ત્યારે વિદ્યાની મહિલાપ્રધાન ફિલ્મોએ પોતાનો પ્રભાવ પાડ્યો હતો. તેની ફિલ્મો શકુંતલાદેવી, શેરની અને ‘જલસા’ ની નોંધ લેવામાં આવી હતી. પણ ‘મિશન મંગલ’ ના ચાર વર્ષ પછી વિદ્યાની કોઈ પ્રચાર વગર આવેલી ફિલ્મ ‘નીયત’ ખરેખર OTT પર રજૂ કરવા જેવી હતી. એને થિયેટરમાં રજૂ કરીને ‘અમેઝોન પ્રાઇમ’ એ મોટું જોખમ લીધું હતું. ‘નીયત’ એવી કોઈ વિશેષ ફિલ્મ નથી એટલે દર્શક માટે એવી સલાહ છે કે એ OTT પર આવે ત્યાં સુધી રાહ જોવામાં કોઈ વાંધો