જે જોડાયેલું હોય છે તેને તોડવું મુશ્કેલ હોય છે

  • 2.6k
  • 886

વિશાળ જળરાશી ધરાવતો શકિતશાળી દરિયો ગમે તેટલા ફૂંફાડા મારે પરંતુ કિનારાને ઓળંગી આગળ વધી શકતો નથી, દરિયો પૂરા જોશ તાકાતથી કિનારાને ખોખલો કરવા સદીઓથી પ્રયત્ન કરતો રહ્યો છે, પરંતુ કિનારાને તોડી શકતો નથી, દરિયાની વિશાળ જળરાશી જોતા કિનારાનું અસ્તિત્વ ઘણું નાનું છે એમ છતાં કિનારાના કાંગરા ખેરવી શકવા દરિયો અસમર્થ છે, કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર શકિતશાળી હોવાથી જ યુદ્ધ જીતી શકાય તેવું નથી હોતું, આખા દરિયાને ધમરોળતા..દરિયાની ઓળખ બની ગયેલા વિશાળકાય એવા દરિયાના મોજાં... કિનારાને ખોખલો કરવા માટે વારંવાર કિનારે અથડાય છે, ઘસમસતા મોજાં બમણી તાકાત લગાવીને કિનારાને સંપૂર્ણ જમીનદોસ્ત કરવા અથડાય છે, કિનારે રહેલી ખડકાળ પથ્થરોની હારમાળા