ડાયરી - સીઝન ૨ - કેમ છો?

  • 1.7k
  • 818

શીર્ષક : કેમ છો? ©લેખક : કમલેશ જોષીદુનિયા આખીમાં ક્યાંય પણ બે ગુજરાતીઓ ભેગાં થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન ક્યો પૂછે ખબર છે? કેમ છો? અને આ પ્રશ્નનો એક અને માત્ર એક જ જવાબ સામેવાળા તરફથી મળે, એ કયો ખબર છે? મજામાં. દુનિયા આખીમાં, જો કોઈ મેજિકલ કાઉન્ટરથી ગણતરી કરવામાં આવે તો, આખા દિવસમાં ‘કેમ છો?’ અને ‘મજામાં’, એ છ અક્ષરની આપલે લગભગ બે-પાંચ કરોડ વખત થતી ડિટેકટ થાય. એક મિત્રે વિચિત્ર વિશ્લેષણ રજુ કર્યું: બે પરિચિતો શેરી, સોસાયટી કે ઓફિસમાં ભેગાં થતાં વેંત ‘કેમ છો’ અને ‘મજામાં’ની આપલે કરે એ તો સમજ્યા પણ ક્યારેક તો હોસ્પિટલના બિછાને હાથે, પગે,