ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 12

  • 2.3k
  • 1.4k

સ્વપ્નસુંદરીનો પ્રસ્તાવ સાંભળીને હું સ્તબ્ધ બની ગયો હતો. થોડી વાર તો હું સૂનમૂન બેસી રહ્યો.એક વાત તો જોકે સ્વપ્નસુંદરીએ સાચી કહી હતી.જો હું આ પ્રસ્તાવનો સ્વીકાર ન કરું તો પછી હું સ્વપ્નસુંદરીનો સાથ પણ ખોઈ દઉં.અને હા પાડવામાં કોઈ નુકસાન નહોતું. રમતમાંથી બહાર નીકળી જવા હું સ્વતંત્ર હતો એવું તો સ્વપ્નસુંદરી પણ કબૂલ કરી રહી હતી.સ્વપ્નસુંદરી ભાવહીન ચહેરા સાથે અપલક મને જ તાકી રહી હતી.કદાચ તેને ખાતરી હતી કે હું તેના પ્રસ્તાવનો અસ્વીકાર નથી જ કરવાનો!"ઠીક છે.મને મંજૂર છે."અંતે હું બોલ્યો.અને સ્વપ્નસુંદરીના ચહેરા ઉપર નિરાંત તરવરી ઉઠી."મને તારી પાસે આ જ આશા હતી."તેણે સ્મિત સાથે કહ્યું.બદલામાં મેં ફક્ત એક સ્મિત