ધૂલો તો હરખપદૂડો (DTH) - 20

  • 1.9k
  • 1.1k

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૦આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ દરમ્યાન કેતલો પિતલીની તારામાસી સાથે સધકી સંધિવાતના ધરે પહોંચ્યો. અમિત અને તારા, આ મીટિંગમાં ભવ્ય તૈયારી સાથે તૈયાર થઈ જોડાયા હતાં. જોકે થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી. હવે આગળ...ભાવલાના ઘરે અમિત પહોંચ્યો તો એના મમ્મી બપોરથી અહીં આવી ગયેલા. આ લાડાની માતાઓને ભારે ઉતાવળ હોય એ સ્વાભાવિક બાબત છે. તો થોડીવારમાં કેતલી કીમીયાગાર અને પિતલી પલટવાર, તારાને લઈને પહોંચી ગયાં. સામસામે પ્રણામ કરી એમને માનભેર બેસાડી સધકી સંધિવાત પાણી લેવા ગઈ. અહીં અમિત અને મીનામાસી ચકળ વકળ ડોળે