રેશમી ડંખ - 21

(34)
  • 4k
  • 3
  • 2.5k

21 જગનની રિવૉલ્વરની ગોળીએ, ફૂલસ્પીડમાં દોડી રહેલી રાજવીરની કારના ટાયરનો ધડાકો બોલાવી દીધો, એ સાથે જ રાજવીરની કાર બેકાબૂ થઈને રાજવીર, સિમરનની લાશ અને ડીકીમાં પુરાયેલા વિક્રાંત સાથે બ્રીજની ડાબી બાજુની રેલિંગ તોડીને ઊંડા નાળામાં ખાબકી. એ જ પળે રાજવીરે કારનો દરવાજો ખોલી નાખ્યો અને બીજી પળે તો કાર નાળામાં ધીરા વહેણમાં વહેતા પાણીમાં ડૂબકી લગાવી ગઈ. અને આની ત્રીજી જ પળે, બિન્દલે ઉપર-બ્રીજ વટાવીને એક ચિચિયારી સાથે કાર ઊભી રાખી. બિન્દલ અને જગન બન્ને જણાં કારમાંથી ઊતર્યા. ‘બિન્દલ..,’ જગને ઉતાવળા અવાજે કહ્યું : ‘... આપણે ડીકીમાં રહેલા વિક્રાંતને બચાવવાની સાથે જ રાજવીરને પણ પૂરો કરવાનો છે.’ ‘હા, નાળાના પાણીમાં