રેશમી ડંખ - 20

(36)
  • 4.1k
  • 1
  • 2.7k

20 ઉપર-હવામાં ઊડી રહેલા હેલિકોપ્ટરમાંથી એ બન્ને આદમીઓએ એકસાથે જ રાજવીર તરફ પોત-પોતાની રિવૉલ્વર તાકીને એમાંથી ગોળી છોડી, એટલે રાજવીર જાણે પાણીમાં ડૂબકી લગાવતો હોય એમ ડાબી બાજુની જમીન પર પડયો ને એ બન્નેની ગોળીઓના નિશાન ચૂકવી ગયો. આંખના પલકારામાં પાછા ઊભા થઈને તેણે સિમરનની કારનો દરવાજો ખોલ્યો, અને આટલી વારમાં ઓર વધુ નીચે ઊતરી આવેલા હેલિકોપ્ટરમાં રહેલા એ બન્ને આદમીઓ તરફ તેણે રિવૉલ્વર તાકીને ગોળી છોડી દીધી. પણ તેની ગોળી નિશાન ચૂકી ગઈ. તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો, પણ તે સ્ટેયરિંગ તરફ વળે, પોતાની જાતને ડ્રાઈવિંગ સીટ પર બરાબર ગોઠવે એ પહેલાં જ હેલિકોપ્ટરમાંથી એ બન્ને આદમીઓએ રાજવીર