રેશમી ડંખ - 19

(35)
  • 3.5k
  • 2
  • 2.3k

19 સિમરન અને વિક્રાંત બન્નેએ વેનમાં જે જોયું હતું, એનાથી એમણે જબરજસ્ત આંચકો અનુભવ્યો હતો. પળ-બે પળ પહેલાં તેઓ બન્ને ફાર્મહાઉસની અંદરથી કૈલાસકપૂરની આ વેનમાં ચાલીસ કરોડ રૂપિયાના હીરાની બ્રીફકેસ અને દસ કરોડ રૂપિયાથી ભરાયેલી બેગો જોવા માટે દોડી આવ્યા હતા, પણ તેમને અંદર હીરાની બ્રીફકેસ કે, રૂપિયાની બેગો જોવા મળી નહોતી. પણ અંદર જે જોવા મળ્યું હતું, એનાથી બન્નેને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. વેનમાં-અંદર, સીટ પર વનરાજની લાશ પડી હતી. થોડીક પળો પહેલાં, સિમરને અંદર ડ્રોઈંગરૂમમાં વનરાજને ઝેરવાળી કેડબરી ખવડાવીને મારી નાખ્યો, એ પછી વિક્રાંત આવી પહોંચ્યો હતો અને એ બન્ને કૈલાસકપૂરની લેપટોપની બેગ લેવા માટે ઉપર, કૈલાસકપૂરના બેડરૂમમાં