રેશમી ડંખ - 18

(33)
  • 3.7k
  • 3
  • 2.4k

18 સિમરને વનરાજને ઝેરવાળી કેડબરી ખવડાવીને મારી નાખ્યો અને પછી મોબાઈલ ફોન કરીને, ‘ડાર્લિંગ ! આપણો પ્લાન સો ટકા સકસેસ થયો છે. મે વનરાજને મોતને ઘાટ ઉતારી દીધો છે. હીરા અને રૂપિયા અહીં જ છે. તું આવ..., હું તારી વાટ જોઈને તૈયાર જ બેઠી છું.’ એવું કહીને જે યુવાનને બોલાવ્યો હતો, એને જોઈને રાજવીરનું મગજ ઘૂમવા લાગ્યું હતું. તેને એ યુવાનને જોઈને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તેને જિંદગીમાં કોઈ વાત કે વસ્તુ માટે આટલો મોટો આંચકો લાગ્યો નહોતો. અને વાત પણ એવી હતી, હકીકત પણ એવી હતી કે, આવો મોટો આંચકો લાગ્યા વિના ન રહે. તમે થોડાક દિવસ પહેલાં કોઈ