રેશમી ડંખ - 14

(34)
  • 3.8k
  • 1
  • 2.6k

14 “મને ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે, એટલે હું કહું એ તરફ વેન જવા દે...!' રાજવીરે જીતભર્યું હસતાં કહ્યું, એટલે અત્યારે વનરાજ બોલી ઊઠયો : ‘શું તને... તને ખરેખર ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે ? !’ ‘હા !’ રાજવીર બોલ્યો. ‘કોણે કહ્યું તને...? !’ વનરાજે એ રીતના જ વેન આગળ વધારે રાખતાં પૂછ્યું : ‘શું સિમરને કહ્યું તને ?’ ‘એનો જવાબ તને પછી આપું છું.' અને રાજવીરે વનરાજના લમણાને રિવૉલ્વરની અણી અડાડી દીધી ને પછી બીજો હાથ લંબાવીને, વનરાજના ખિસ્સામાંથી એની રિવૉલ્વર કાઢીને પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધી. ત્યાં જ વનરાજ પાસે રહેલા કૈલાસકપૂરના