રેશમી ડંખ - 8

(34)
  • 4.3k
  • 2
  • 3.1k

8 સિમરને ઈ-મેઈલમાં જણાવ્યા પ્રમાણે રાજવીર, વનરાજ અને કૈલાસકપૂર મર્સીડીઝમાં ‘બેસ્ટ બજાર' તરફ આગળ વધી રહ્યા હતા, ત્યાં જ અચાનક જ જમણી બાજુની નાનકડી ગલીમાંથી એક કાર નીકળી આવીને તેમની કારની આગળ- રસ્તો રોકીને ઊભી રહી ગઈ હતી. રાજવીરે એકદમથી જ બ્રેક મારી દીધી હતી ને કૈલાસકપૂરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું. ત્યાં જ અત્યારે હવે એ કારમાંથી સિમરન સફેદ પર્સ સાથે બહાર નીકળી અને જાણે આંધીની જેમ તેમની કાર નજીક, કૈલાસકપૂર બેઠો હતો એ બારી પાસે આવીને ઊભી રહી ગઈ ને આગળ બેઠેલા રાજવીર અને વનરાજ તરફ જોતાં બોલી ગઈ : ‘....તમે બન્ને જણાંએ કોઈ હોશિયારી બતાવવાનો પ્રયત્ન