રેશમી ડંખ - 1

(35)
  • 7.6k
  • 6
  • 5k

એચ. એન. ગોલીબાર 1 સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી પળો હવે ખૂબ જ નજીક આવી પહોંચી હતી. તેણે પોતાના પતિને દગો આપવા માટેનો જે ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો, અને આ માટે તે બિલકુલ તૈયાર અને ખૂબ જ તત્પર હતી ! તેણે પોતાના ચહેરા પર આ તત્પરતા ડોકાઈ ન જાય એની સાવચેતી સાથે બાજુની સીટ પર બેઠેલા પોતાના પતિ કૈલાસકપૂર સામે જોયું કૈલાસકપૂર દોડી રહેલી કારની બારી બહાર જોતો બેઠો હતો. સિમરને પોતાના સોનાના તાર જેવા ગોલ્ડન ને શાઈની વાળમાં પોતાની લાંબી-કોમળ આંગળીઓ ફેરવતાં કૈલાસકપુરના ચમકતાકાળા-ધોળા વાળ તરફ તુચ્છકારભરી નજરે જોયું. કૈલાસકપૂર ઉંમરમાં તેનાથી સત્યાવીસ વરસ