ક્રિમિનલ કેસ - ભાગ 7

  • 3.6k
  • 2.4k

સવારનો કોમળ તડકો ધરા પર પોતાનું અસ્તિત્વ જમાવે છે. કુમળા કિરણો ઘરતી પર પડતાં જ પંખીઓ કલરવ કરતાં માળામાંથી ઊડી જાય છે. અને એક મધૂર સંગીત વાતાવરણમાં રેલાય છે. અચાનક જ અલાર્મ વાગતા જ આચલની ઊંધ ઉડી ગઈ. તે ફોન હાથમાં લઈ અલાર્મ બંધ કરે છે અને સમય જુએ છે. સમય સવારનાં ૬:૦૦ વાગ્યાનો બતાવે છે. “ચાલ... ચાલ.. આચલ આજે તો જવાનું છે રતનગઢ!! તૈયાર થઈ જા, જો થોડું પણ મોડું થયું ને તો ઓલાને એક મોકો મળી જશે સંભળાવવાનો.”ખુદની જ સાથે વાત કરતા તે નહાવા ગઈ. ***“ઊભો થા એ કુંભકર્ણ.. ઊભો થા... ” અભય જોરથી વિવાનને હચમચાવી નાખે છે.