શમણાંની શોધમાં - પ્રકરણ 37

(57)
  • 3.8k
  • 2
  • 2k

          “બાબુજી, બાબુજી, આપ યહાં સો ગયે?” શ્યામને કોઈક ઢંઢોળતું હતું.           એણે આંખો ખોલી. મહારાજ એની સામે ઉભા હતા. “બાબુજી, રાતકો આપ યહી સો ગયે?”           “કિતને બજે હે?” રાતભરના ઉજગરાવાળી આંખો ચોળતા શ્યામ બેઠો થયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે રાત્રે પોતે અહી જ બાકડા ઉપર સુઈ ગયો હતો.           “પાંચ બજે હે.”           “સોરી. રાતકો ઇધર સિગારેટ પીને આયા થા ઔર પતા હી નહિ રહા કબ નીંદ આ ગઈ.” કહીને એ ઉભો થયો.