લાગણી ને પેલે પાર - (ભાગ -૭)

  • 2.2k
  • 2
  • 981

સાંજે ક્યારેક જમ્યા વગર સૂઈ જાવ તો તે જમ્યું કે નહિ એ પૂછવા વાળું કોઈ નાં હતું , ...માથાનો દુખાવો વધી જાય ત્યારે કોઈ કહેવા વાળું નાં હતું કે જો તું દવા નહિ પીવે તો હું તારી જોડે 2 દિવસ નહિ બોલું. મારી ચુપ્પી ને સમજવા વાળું હવે કોઈ રહ્યું જ નાં હતું ,હું રિસાઈ જાઉં તો તને મસ્ત બાર્બી આપીશ એવું કહીને હસાવનાર કોઈ રહ્યું જ નહિ યાર , 2 વર્ષ થઈ ગયા શિવ ...તું લગ્ન કરી રહ્યો છે અને હું હજી પણ ત્યાં ની ત્યાં જ ઉભી છું. હવે તો મને પણ હસવું આવે છે મારા પર