ડાયરી - સીઝન ૨ - તમને વરસાદના સમ

  • 1.8k
  • 886

શીર્ષક : તમને વરસાદના સમ ©લેખક : કમલેશ જોષીએક દિવસ અમારી ઓફિસમાં રિસેસ દરમિયાન સાવ અચાનક જ ભજીયાની સોડમ આવતા અમે સૌ એકબીજા સામે નેણ ઉંચા-નીચા કરી પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા, ત્યાં અમારા એક વડીલ શિક્ષક મિત્રે હરખ સાથે ફોડ પાડ્યો, "બાબલાની વાત પાક્કી થઈ ગઈ." એમની આંખોમાં સંતોષ અને ગૌરવ છલકતા હતા. સંતોષ જવાબદારી પૂરી થયાનો અને ગૌરવ સંબંધી પરિવાર જ્ઞાતિમાં આગળ પડતું સ્થાન ધરાવતો હોવાનો હતો. બહાર ઝરમર વરસાદ વરસતો હતો અને એમણે કેવી રીતે ગોઠવાયું એનું ટૂંકું વર્ણન કર્યું, "હજુ બે રવિવાર પહેલા એક પરિચિત જ્ઞાતિ બંધુ બાબલાનો બાયોડેટા લઈ ગયા હતા. એમના ધ્યાનમાં દીકરી હતી. એના