તું અને તારી વાતો..!! - 19

  • 2k
  • 1.1k

પ્રકરણ-19 તારી યાદો સાથેની રાત….!!! રશ્મિકાને બેડ પર સુવડાવ્યા પછી હર્ષદભાઈ અને સવિતાબહેન રશ્મિકાની બાજુમાં બેસી જાય છે. હર્ષદભાઈને રશ્મિકાની ચિંતા થાય છે અને સવિતાબેન રશ્મિકાની હાલત જોઈને પોતાના આંસુને અટકાવી શકતા નથી… એટલામાં જ ડોરબેલ સંભળાય છે એટલે સવિતાબેન પોતાના આંસુ લૂછતાં લૂછતાં દરવાજા સુધી જવા માટે ઉભા થાય છે, પણ હર્ષદભાઈ હાથના ઇશારાથી ના પાડે છે અને પોતે જાય છે… થોડી ક્ષણમાં હર્ષદભાઈ નીચે જઈ ડોક્ટરને લઈને આવે છે. ડોક્ટર આવી રશ્મિકાની તપાસ કરે છે. ડોક્ટર સાહેબ રશ્મિકાને ઇન્જેક્શન લગાવે છે….. ને સવિતાબેન તરત જ પૂછી ઉઠે છે… “શું થયું છે મારી રશુને… ? એ કેમ કંઈ બોલતી