પ્રણય પરિણય - ભાગ 55

(28)
  • 4.2k
  • 5
  • 2.7k

પ્રણય પરિણય ભાગ ૫૫'સોરી.. એ હોસ્પિટલમાં સમાઈરા..' વિવાન બોલવા જતો હતો ત્યાં ગઝલએ તેને અટકાવ્યો. 'હાં, મને ખબર છે એ તમારો બચપણનો પ્રેમ છે.. તમે તેની સાથે ડિનર કરવા અને બીચ પર ફરવા ગયા હતા..' ગઝલ આંસુ લૂછતા બોલી. 'આ તને કોણે કહ્યું?' વિવાનને આશ્ચર્ય થયું.'ગયા હતા કે નહીં એ બોલો.' ગઝલ કમર પર હાથ ટેકવીને બોલી.'હાં, જમવા લઇ ગયો હતો.. કેમકે એ સવારથી જમી કશું નહોતી અને કાવ્યા વિશે જાણીને એની મનઃસ્થિતિ પણ બરાબર નહોતી. તેનું થોડું માઈન્ડ ફ્રેશ થાય એટલે બીચ પર ગયા હતા. ડેડીએ કહ્યુ હતું મને.. એની વાત કેવી રીતે ટાળી શકાય?''અચછા, અને હું? મારુ શું?