પ્રણય પરિણય ભાગ ૫૪સાંજના છ વાગ્યા હતા. સમાઈરા અને કૃષ્ણકાંત હોસ્પિટલમાં કાવ્યા પાસે બેઠા હતા. કાવ્યાને આમ બેહોશ પડેલી જોઈને સમાઈરાને ખૂબ દુખ થતું હતું. એ તેનો હાથ પોતાના હાથમાં લઈને બેઠી હતી.વિવાન અને રઘુ અંદર આવ્યા. સમાઈરા વિવાનને ભેટીને રડવા લાગી.'આ બધું થઈ ગયું અને તે મને કીધું પણ નહીં..' 'સમાઈરા.. તું બધુ છોડીને અહીં દોડી આવશે એ ડરથી તને કહ્યુ નહોતું.' વિવાન તેને સમજાવતા બોલ્યો.'શું ફરક પડી જાત? તમારી કરતા મારુ ભણતર વધુ મહત્વનું થોડું છે?' સમાઈરા રડતી રડતી બોલી. 'આઈ નો ધેટ, એમ પણ કાવ્યાના ઓપરેશન પછી હું તને બધું કહેવાનો જ હતો.''ઠીક છે, હવે હું આવી