આજે જ્યારે ભારત વિશ્વના તમામ ક્ષેત્રે પોતાની પ્રગતિના પગરણ માંડી રહ્યું છે, ત્યારે ભારતના લોકો પોતાનું એવું આંતરિક અભિન્ન અંગ ગુમાવી રહ્યા છે, અને તે છે, ‘સંવેદના.’ આદર્શ વ્યક્તિત્વના ઘડતરના પાયાના પથ્થરો છે, ‘સંવેદના, માનવતા અને સાતત્યતા.' આજના આ અત્યાધુનિક યુગમાં આપણે તે ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ. માનવી પોતાની પ્રગતિ માટે અન્યોનાં લાભ-ગેરલાભ, લાગણીઓને નેવે મૂકીને માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. પોતાનો સ્વાર્થ સાધવા તે અન્ય વ્યક્તિના કોઈ ભાવને જોતો નથી.આજે ભારતની વસતી ૧.૩૨ બિલિયન જેટલી થઈ છે, ત્યારે આપણે હાલમાં આદર્શ વ્યક્તિત્વની સૂચિમાં ૩૨ નામ પણ સૂચવી શકતા નથી. શું એ આપણી મોટામાં મોટી ક્મનસીબી નથી