1) ઘણી વખત આપણે આપણા માતા પિતા, આપણા સગા સંબંધીઓ પાસેથી સાંભળ્યું હશે કે આને કુદ્રષ્ટિ લાગી ગઈ છે. એની કુદ્રષ્ટિ ઉતારો, આ ન કરો નહિતર કુદ્રષ્ટિ લાગી જશે, એવું ન પહેરાય નહિતર કુદ્રષ્ટિ લાગી જાય. વગેરે વગેરે...અને એમાં કાઇક તો એવા હોય કે એ કુદ્રષ્ટિ નો ઉપચાર કરવા લાગે. કુદ્રષ્ટિ ઉતારવા માટે શું શું ન કરે. સારું છે. પણ કુદ્રષ્ટિ જેવું કાઈ હોય જ નહિ. જો તમારું મન સારું હોય તો કોઈ પણ કુદ્રષ્ટિ તમને કોઈપણ પ્રકારની હાની ન પહોંચાડી શકે. પવન એવા જ ઘરોમાં ધૂળ ભરી શકે જેના ઘરની બારીના પડદાં નબળા હોય, ભવન્ડર પણ એજ દીવાલને પાડી