ડાયરી - સીઝન ૨ - ક્વૉલિટી

  • 2.2k
  • 1
  • 1.3k

શીર્ષક : ક્વૉલિટી ©લેખક : કમલેશ જોષી એક મિત્રે બળાપો કાઢતા કહ્યું, "ભગવાનનો કર્મ ફળનો સિદ્ધાંત પણ થોડો કરપ્ટ થઈ ગયો લાગે છે. ભૂલ નેતાઓ કરે, રાજકારણીઓ કરે અને હેરાન પ્રજા થાય એ ક્યાંનો ન્યાય?" એની આંખોમાં થોડી નિરાશા અને થોડો રોષ હતો. અમે હજુ કંઈ વિચારીએ એ પહેલા બીજો સમજુ મિત્ર બોલ્યો, "કર્મ ફળના કાયદામાં કદી ચૂક થતી નથી." ગમગીન તરત જ બોલી ઉઠ્યો, "તો પછી નેતાઓના કુકર્મોની સજા પ્રજાને કેમ થાય છે?" સમજુ બોલ્યો, "પ્રજાને પ્રજાના જ કુકર્મની સજા થાય છે." ગમગીન : "કેવી રીતે?" સમજુ : "આપણે ત્યાં એવરેજ પચાસ ટકા જેટલું મતદાન થાય છે. મતલબ કે