ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 10

  • 2.2k
  • 1.3k

મેં એક ખોંખારો ખાધો અને મનની વાત સ્વપ્નસુંદરીને કહેવા માટે શબ્દો ગોઠવવા માંડ્યો."આ.. એ વાત સાચી છે કે હું ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલ ગયો હતો.પણ તેની પાછળ કારણ હતું.""એમ..શું કારણ હતું?"હવે હું સહેજ ખચકાયો,"હું..તને શોધવા ઈચ્છતો હતો."સ્વપ્નસુંદરીના ચહેરા પર કોઈ ભાવ નહોતા."આગળ?"તેણે એકાક્ષરી પ્રશ્ન કર્યો."અને..અને ગેટ પર આજે તું મને બચાવવા માટે બોલી એ ખરેખર તો સાચું જ હતું.હું તારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો."સ્વપ્નસુંદરી સપાટ ચહેરે મારી સામે જોઈ રહી અને પછી ધીરેથી પૂછ્યું," શા માટે?"મેં મન મક્કમ કર્યું અને અંતે કહી જ નાખ્યું," કારણકે હું તને પ્રેમ કરું છું."અંતે સ્વપ્નસુંદરીના ચહેરા પર એક ક્ષીણ સ્મિત આવ્યું અને તેણે કહ્યું,"એવું