સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-101

(49)
  • 4.7k
  • 4
  • 3k

વિજયરાવે પોતાની સત્તા અને જોહુકમીનાં બળે સાંજે ને સાંજે સાવંત પાસે નોકરીનો લેટર અપાવી દીધો. પીનાકીન જાણે દીવાસ્વપન જોઇ રહ્યો હોય અવાક અવસ્થામાં જોઇ રહેલો. વિજયરાવનાં પગમાં પડી બોલ્યો “તમે મારાં ભગવાન છો તમારું વચન પાળ્યું હું જીંદગીભર તમારો ગુલામ રહી સેવા કરીશ તમે કહેશો એ કરીશ.” વિજયરાવે દાવડે સામે જોઇ પીનાકીનને કહ્યું “મેં વચન આપેલું પુરુ કર્યું તારાં જેવાં કાર્યકરોથીજ આજે મારી જીત થઇ છે એનો બદલો વાળવો મારી ફરજ છે જે મેં પુરી કરી... હું સેવા અર્થે તો જાહેર જીવનમાં આવ્યો છું.. હું તમારી મરાઠા ચાલની શકલ બદલી નાંખીશ... ત્યાં રહેતાં લોકો મારાં છે એમની ફીકર કરવી મારી