મુકુલ ને પોતાને જોઈને ગભરાયેલી હાલતમાં જોઈ જલપરી તેનાથી થોડી દૂર ખસી ગઈ. મુકુલ ના મોઢા ઉપર ગભરાહટ જોઈ જલપરી વ્યથિત થઈ ગઈ. જરા સંભાળીને માનવ, જખમ હજુ બરાબર રૂઝાયા નથી. તમારે અમારાથી ડરવાની જરૂર નથી. અમે તમારું કંઈ અહિત નહિ કરીએ. જલપરી થોડે દૂર થી મુકુલ ને પોતાના ઉપર ભરોસો રાખવા માટે કહી રહી હતી. મુકુલ ને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે. જલપરી ની સહચારીકાઓ આ બધું જોઇને મૂંઝાઈ ગઈ છે. થોડી વાર પછી મુકુલ થોડો સ્વસ્થ થયો. આખરે એના મન અને શરીરે હકીકત નો સ્વીકાર કરી લીધો કે એની