ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 30

(18)
  • 4.5k
  • 1
  • 2.4k

પ્રકરણ ૩૦ સ્થળ - ભુપેન્દ્રની ટ્રાવેલ્સની ઓફિસસમય - સમી સાંજનોભુપેન્દ્રની ટ્રાવેલ્સ ઓફિસની સામેની સાઈડની ફૂટપાથ પર, ભુપેન્દ્રની હમણાં જ એરપોર્ટના પાર્કિગમાંથી લઈને આવેલ ખુલ્લી જીપ પાર્ક કરેલી છે. જીપની બિલકુલ પાછળની બાજુએ, અવિનાશનું બાઈક પણ પાર્ક કરેલું છે, અને અવિનાશ, તેમજ ભુપેન્દ્ર અત્યારે ભુપેન્દ્રની ટ્રાવેલ્સ ઓફિસમાં બેસીને કોઈ ચર્ચા કરી રહ્યાં છે.આમ તો ભુપેન્દ્રની ઓફિસ બહું મોટી નથી, દસેક માણસો આવે તો ઓફિસ ભરાઈ જાય એટલી નાનકડી જ છે, ને ફર્નિચરમાં પણ એક જૂનું ઓફિસ ટેબલ, ને એ ટેબલની એક સાઈડ પર એક મેઈન ખુરસી, અને એની સામેની બાજુ પર બે સાદી ખુરસી, ને એની આગળની બાજુએ, સામ-સામે રાખેલ બે