~~~~~~~ વિસામો - 9 - ~~~~~~~ આસ્થાએ કોળિયા વાળો પોતાનો હાથ થોડો વધારે નજીક કર્યો અને કહ્યું, "ખાઈ લે વિશુ, પહેલી વાર કોળિયો ધરું છું જિંદગીમાં તને,.. ફરી આવો મોકો મળશે કે કેમ ખબર નથી,... બહુ સંતોષ નો કોળિયો લાગશે તને આ ઘરમાં,.. શરમ આવતી હોય મારે હાથે ખાતા - તો માંનો હાથ સમજીને પણ ખાઈ લે," વિશાલનું દિલ એના દિમાગ સાથે યુદ્ધ લલકારી ઉઠ્યું હતું,.. એનું મન નબળું પડતું જતું હતું,.. આસ્થા નો મોહ પગથી માથા સુધી વ્યાપી રહ્યો હોય એવું એને લાગતું હતું,.. પરંતુ, વિશાલ એ પણ જાણતો હતો કે જો એ નબળો પડશે તો એ પાછો જઈ નહિ શકે,.. ~~~~~~~