ચોકીદારથી બચવા માટે હું ચાલુ બસમાં ચડી ગયો હતો જેને કારણે કંડકટર મારાથી નારાજ થઈ ગયો હતો. મને બીક લાગી કે ક્યાંક કંડકટર મને બસમાંથી ઉતારી ન દે એટલા માટે મેં એક બહાનું કર્યું કે મારા પિતાજીને એક્સિડન્ટ થયો હતો અને તે આઈસીયુમાં હતા. આ સાંભળીને કંડકટર પીગળી ગયો ને મને ટિકિટ આપી દીધી.પણ ત્યાં જ એક અણધારી મુસીબત ગળે પડી ગઈ."અરે શું થયું સમીરભાઈ ને? હજી હમણાં દસ મિનિટ પહેલા તો હું એમને મળીને બસમાં ચડ્યો હતો!" એક જાણીતો અવાજ બસમાં ગુંજ્યો.મેં ચમકીને અવાજની દિશામાં જોયું તો તે નવનીત ભાઈ હતા. અમારા પડોશી.કંડક્ટરે પણ પ્રશ્નસૂચક નજરે નવનીતભાઈ તરફ જોયું