વડીલોનો વાંક

  • 3.2k
  • 1.7k

ઉમર થઈ એટલે હંમેશા વડીલોનો વાંક ? આ વાક્ય,’ આજકાલ’ હવામાં ઘુમરાય છે. ઠંડે કલેજે વિચાર કરવાનો સમય કોની પાસે છે ? ખેર, વડીલો જો પોતાની ખેરિયત ચાહતા હો, તો, “મૌનં પરં ભૂષણં” ની નીતિ અખત્યાર કરજો. વગર વાંકનું ટિપાઈ જશે. આ વાત માત્ર આપણા માટે સત્ય છે એવું નથી. આજે મારી એક ફ્રેન્ચ મિત્ર ગાડીમાં ઘરે મૂકવા આવી, એણે પણ મોઢા પર તાળું મારી ચાવી ફેંકી દેવાનું ઈશારાથી સમજાવ્યું ! બાળપણમાં “વડીલોના વાંકે” કરીને સરસ ગુજરાતી ભાંગવાડીનું નાટક જોયું હતું. એ સમયે સ્ત્રી ના પાત્રો પુરુષો ભજવતા. ‘ગીતા” પર હાથ મૂકીને સોગન ખાય કહું છું,’ તેનો એક પણ અક્ષર