પ્રણય પરિણય - ભાગ 52

(26)
  • 4.4k
  • 2
  • 2.9k

પ્રણય પરિણય ભાગ ૫૨ગઝલ તૈયાર થઈને નીચે આવી રહી હતી ત્યારે સામેનો સીન જોઈને દાદરા પર જ થંભી ગઈ.નીચે એક છોકરી વિવાનના ગળે લટકીને તેના ચહેરા પર કિસ કરી રહી હતી. અને વિવાનને પતિદેવ કહીને સંબોધી રહી હતી.એ છોકરી હતી સમાઈરા. સમાઈરા.. કૃષ્ણકાંતની માનેલી બહેન વૈભવીની દિકરી, એના પપ્પાના અવસાન પછી માં દિકરીને કૃષ્ણકાંત પોતાના ઘરે લઈ આવ્યા હતા. એ વિવાન કરતાં નાની અને કાવ્યા કરતાં મોટી હતી. પણ બધા સાથે જ મોટા થયા હતાં. સમાઈરા બચપણથી જ વિવાનને પ્રેમ કરતી હતી અને વિવાન સાથે લગ્ન કરવાના સપના જોતી હતી. વિવાનને તે હંમેશાં પતિદેવ કહીને બોલાવતી. વિવાનને જો કે એ