કચ્છી નૂતન વર્ષ

  • 2.7k
  • 1
  • 1k

લેખ:- કચ્છી નૂતન વર્ષલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઅષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીની પોતાની વ્હાલી બહેન સુભદ્રા અને ભાઈ શ્રી બલભદ્ર સાથે નગર ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસે આ ત્રણેય ભાઈ બહેન નગરજનોને પોતાનાં દર્શન આપવા સ્વયં નગરમાં પધારે છે. આ ત્રણેયની નગરયાત્રા એટલે જ પવિત્ર રથયાત્રા. પરંતુ આ દિવસ એટલે માત્ર રથયાત્રા જ નહીં, બીજો પણ એક ખાસ તહેવાર આજનાં દિવસે ઉજવાય છે - એ છે નવું વર્ષ. હા, બરાબર વાંચ્યું. આજે નવું વર્ષ છે, આપણાં કચ્છી માંડુઓનું. આજનાં દિવસને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળ ઘણી બધી લોકવાયકાઓ પ્રચલિત છે. ચાલો, આપણે પણ જાણીએ આની પાછળ રહેલો ઈતિહાસ. પુંજાજી