ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 4

  • 2.9k
  • 1.9k

અમારી ચર્ચા ચાલુ હતી ત્યાં છોટુ ટેબલ પર આવ્યો.એક તિરસ્કાર ભરી નજરે અમને જોઈને તે બોલ્યો,"ભાઈ તમે લોકો કેન્ટીનમાં જેટલા પડ્યા રહો છો તેટલું તો તમારા ઘરમાં પણ નહીં રહેતા હો. પણ પાંચ સમોસા અને પાંચ ચાનો ઓર્ડર આપીને પાંચ કલાક બેસી રહેવું એ જરા વધારે પડતું છે.હવે બીજો કોઈ નવો ઓર્ડર આપો અથવા કોઈકને બેસવાની જગ્યા કરો." "તો બીજા કોઇક ને બેસાડ ભાઈ."કહીને સૌરભ ઉભો થયો. તેને જોઈને અમે બધા પણ ઊભા થઈ ગયા. કેન્ટીનમાંથી બહાર નીકળીને સૌરભે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને પ્રેરક પ્રવચન આપવાનું ચાલુ કર્યું,"જો બકા. આજે તારી પહેલી પરીક્ષા છે. છોકરીનું નામ એડ્રેસ ફોન