આદિપુરુષ

(17)
  • 3.1k
  • 1
  • 1.4k

આદિપુરુષ- રાકેશ ઠક્કર નિર્દેશક ઓમ રાઉતે રામાયણ પર ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવવાની ભૂલ કરી છે પણ દર્શકોએ એને જોવાની ભૂલ કરવાની જરૂર નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે ફિલ્મમાં મોર્ડન સિનેમાની છૂટના નામ પર ઘણા પ્રસંગોને અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેથી ‘તાનાજી’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર નિર્દેશક ઓમ રાઉતે કયા આધારે અમુક દ્રશ્યોને મૂળ રામાયણથી બદલ્યા છે એનો ખુલાસો કરવો જોઈએ. રામાયણના પ્રસંગોમાં છૂટ લેવા સાથે પાત્રોની છબિ સાથે પ્રયોગ કરવાની પણ ભૂલ કરી છે. અભિનયની રીતે સૌથી સારો પ્રયત્ન ‘રાવણ’ ના પાત્રમાં સૈફ અલી ખાને કર્યો છે. પરંતુ રાવણના પાત્રને બીજા બધા કરતાં વધારે ઊંચાઈનું રાખ્યું