ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 3

  • 3.1k
  • 1.9k

હું થોડો સમય તો ટોળકીની ચર્ચા સાંભળતો રહ્યો,પછી મારી ધીરજનો અંત આવી ગયો."અરે કોઈ મને તો પૂછો?"છેવટે મેં વિરોધ નોંધાવ્યો.સૌરભ મારી સામે ચહેરા પર અચંબાના ભાવ લાવીને જોવા માંડયો,"એમાં પૂછવાનું શું? તારા જેવા ભયંકર ઘનઘોર સિંગલના જીવનની એક જ અભિલાષા હોય છે કે તેની પણ એક ગર્લફ્રેન્ડ હોય! અને અમે તારી એજ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છીએ.તારે તો અમારા ચરણો ધોઈ ધોઈને પીવા જોઈએ.એની જગ્યાએ તું વાંધા વચકા કાઢી રહ્યો છે?""અરે હું વાંધા વચકા નથી કાઢી રહ્યો...પણ..""પણ શું?"" એજ કે..પૂછો તો ખરા!"સૌરભના ચહેરા પર કંટાળાના ભાવ આવ્યા."તને વાંધો છે?ફિકર ન કરીશ.આવતા મહિને રક્ષાબંધન છે.તમારી ભાઈ બહેનની જોડી અમે મેળવી