હિંદુ ધર્મનું હાર્દ - 24

  • 2.7k
  • 954

(24) ૪ પ્રાર્થના એટલે શું ? પ્રાર્થનાનો મૂળ અર્થ તો માગવું થાય છે. ઈશ્વર પાસે કે વડીલોની પાસે વિનયપૂર્વક કરેલી માગણી એ પ્રાર્થના. અહીં આ અર્થમાં પ્રાર્થના શબ્દ નથી વપરાયો. પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ, ભજનકીર્તન, (ઉપાસના), સત્સમાગમ, અંતર્ધ્યાન, અંતરશુદ્ધિ. પણ ઈશ્વર કોણ ? એ કોઈ આપણી શરીરની કે આ જગતની બહાર રહેલ વ્યક્તિ નથી. એ તો સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન સર્વજ્ઞ છે. અને સ્તુતિની શી ગરજ હોય ૧૨-૬-૩૨ સર્વવ્યાપક હોઈ એ બધું સાંભળે છે, આપણા વિચાર જાણે છે. મોટેથી બોલીને એને શું સંભળાવવું ? એ આપણા હૃદયમાં વસે છે. નખ આંગળાં આગળ છે તેનાથી પણ તે નજીક છે. અહીં પ્રાર્થના શું