હિંદુ ધર્મનું હાર્દ - 22

  • 2k
  • 686

(22) (૨) (‘શબ્દોના અત્યાચાર’માંથી) ના ૩૬મી સપ્ટેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘પ્રાર્થનામાં શ્રદ્ધા નથી’ નામના લેખ વિશે એક ભાઈ નીચે પ્રમાણે લખે છે : “પ્રાર્થનાવાળા આપના લેખમાં આપે પેલા વિદ્યાર્થીને અથવા મોટા વિચારક તરીકે આપને પોતાને આપે ન્યાય નથી કીધો. સાચું છે કે તે લેખ આપે જે પત્રને ઉદ્દેશીને લખ્યો છે તે પત્રના કેટલાક ઉદ્‌ગાર ઔચિત્યયુક્ત ન હતા, પણ તે લખનારનો વિચાર તો સ્પષ્ટ જ હતો એમાં શંકા નથી. વળી આપે તેને વિદ્યાર્થી અથવા છોકરા તરીકે વર્ણવ્યો છે, પણ તે છોકરો તો ન જ હોય. એની ઉંમર વીસથી ઓછી હોય તો મને આશ્ચર્ય થાય. તે નાદાન ઉંમરનો હોય તો પણ તેની