હિંદુ ધર્મનું હાર્દ - 21

  • 2.1k
  • 744

(21) ૯૯. પ્રાર્થનાની આવશ્યકતા અને અર્થ (‘પ્રાર્થના પરનાં વ્યાખ્યાન’માંથી) ગાંધીજીએ જેમનું પ્રત્યેક કાર્ય પ્રાર્થનામય છે, જેમને પ્રાર્થના એ આશ્રમનું એક મહાઆવશ્યક અને તાત્ત્વિક અંગ લાગે છે તેમની પાસે વિદ્યાર્થીઓ પ્રાર્થનાનું રહસ્ય સાંભળવા આવે એ તેમનું સદ્‌ભાગ્ય કહેવાય. ગૂજરાત મહાવિદ્યાલયમાં ગયા સપ્તાહમાં રાષ્ટ્રીય શિક્ષણનો જે યજ્ઞ ચાલ્યો હતો તેની પૂર્ણાહુતિ છાત્રાલય સંમેલનથી થઈ, એ સંમેલનમાં બધા રાષ્ટ્રીય શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આવ્યા હતા એમ નહીં, પણ ગુજરાતના છાત્રાલયોમાં રહીને ભણતા વિદ્યાર્થીઓમાંના પણ થોડા આવ્યા હતા. ઘણાં છાત્રાલયો ઉત્તમ સંચાલકોના હાથ નીચે ચાલે છે, અને ઘણાકની ઈચ્છા છાત્રાલયમાં પ્રાર્થના ફરજિયાત કરવાની હશે એટલે દરેક સ્થાને સામુદાયિક પ્રાર્થના કરવાની ભલામણનો ઠરાવ સંમેલનમાં આવ્યો, પણ