હિંદુ ધર્મનું હાર્દ - 17

  • 2.6k
  • 1
  • 1k

(17) ૮૨. સ્મૃતિમાં વિસંવાદિતાઓ (નીચેના બે સવાલ-જવાબ ‘થોડા કોયડા’ માંથી લીધા છે) સ. - બ્રાહ્મણ સ્ત્રીના શૂદ્ર પુરુષ સાથેના વિવાહને વિશે સ્મૃતિઓમાં જે શ્લોકો છે તેને વિશે આપનું શું કહેવું છે ? જ. - સ્મૃતિને નામે છપાયેલા ગ્રંથોમાં આવેલા શ્લોકસંગ્રહને હું ઈશ્વરપ્રણીત માનતો નથી. સ્મૃતિઓમાં તેમ જ બીજા શાસ્ત્રોમાં ક્ષેપક ભાગો ઘણા છે એ વિશે મને જરાય શંકા નથી. હું આ પત્રમાં ઘણી વાર કહી ચૂક્યો છું કે સત્ય ને અહિંસા અથવા બીજા સદાચારના મૂળભૂત અનેસાર્વત્રિક સિદ્ધાંતોથી વિસંવાદી એવું સ્મૃતિઓમાં કે બીજાં લખાણોમાં જે કંઈ જોવામાં આવે તે બધાંનો હું ક્ષેપક ગણીને ત્યાગ કરું છું. એવા વિવાહો થતા એમ બતાવનારાં