હિંદુ ધર્મનું હાર્દ - 16

  • 2.1k
  • 922

(16) ૭૩. અતિપ્રાકૃતિક તેટલું નાખો ખાડમાં ‘સત્યશોધક’ સહીથી એક સજ્જને લાંબો કાગળ લખ્યો છે. તેનો સાર અહીં આપું છું : તંત્રીશ્રી, સાહેબ, ઔરંગઝેબ જેવા ઈમાનદાર મુસલમાને કાશી વિશ્વનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું અને તોડી પાડ્યું તેને વિશે આપ કહો છો કે તેમ કરવામાં તેણે પોતાના ધર્મની વિરુદ્ધ વર્તન કર્યું હતું. આમ કહેવામાં આપ પેગંબર સાહેબના કરતાં પણ ઈસ્લામ ધર્મનું વધારે જ્ઞાન ધરાવતા હોવાનો દાવો નથી કરતા ? કારણ, આપે જાણવું જોઈએ કે ઔરંગઝેબના આદર્શ જે પેગંબર સાહેબ તે પોતે પણ જ્યારે પોતાના દુશ્મનોને હરાવી મક્કાશરીફમાં દાખલ થયા ત્યારે તેમણે તે શહેરનાં બધીં મૂર્તિપૂજાનાં પાત્રો અને સ્થાનોનો નાશ કર્યો હતો, માત્ર કાબા