હિંદુ ધર્મનું હાર્દ - 15

  • 2.1k
  • 830

(15) ૩ (‘પ્રાર્થનાનો મર્મ’માંથી) ક્વેટાના ધરતીકંપ માટે લોકોને પ્રાર્થના અને પ્રાયશ્ચિત કરવાની સપાહ આપનારી થોડીક લીટીઓ મેં ગયે અઠવાડિયે લખી તે ઉપરથી કેટલોક ખાનગી પત્રવ્યવહાર થયો છે, એક પત્રલેખક પૂછે છે : “બિહારની ધરતીકંપ વખતે આપે કહેલું કે અને સવર્ણ હિંદુઓએ અસ્પૃશ્યતાના પીપની સજા માનવી જોઈએ. ત્યારે આ ક્વેટાનો વધારે ભીષણ કંપ કયા પાપને માટે હશે ?” લેખકને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. જેમ મેં બિહાર વિશે કહ્યું તે વિચારપૂર્વક કહેલું તે જ પ્રમાણે ક્વેટા વિશેનો લેખ પણ વિચારપૂર્વક લખ્યો છે. આ પ્રાર્થના માટેનું આમંત્રણ એ આત્માનો તલસાટ છે. પ્રાર્થના એ પશ્ચાતાપની નિશાની છે વધારે સારા, વધારે શુદ્ધ થવાની આતુરતાની