હિંદુ ધર્મનું હાર્દ - 11

  • 2.3k
  • 1.2k

(11) ૪૭. ઈશ્વરાનુસંધાનનાં સાધનો (ગાંધી સેવા સંઘના સંમેલનના ‘ઉપસંહારનું ભાષણ’માંના ટૂંકા સારમાંથી - મ.દે. ) પ્રકૃતિથી જ મારાથી કર્મ વિના રહેવાય નહીં. હું કર્મયોગી છું કે શું યોગી છું અની મને ખબર નથી, પણ કર્મ વિના હું ન જીવી શકું એ જાણું છું. અને મારે માળા હાથમાં રાખીને નથી મરવું. એટલે રેંટિયો હાથમાં રાખીને મરવા માગું છું. કોઈ રીતે ઈશ્વરનું ધ્યાન ધરવું છે તો એ જ દ્વારા શા માટે ન ધરવું ? ગીતામાં ભગવાનની ભાષા છે કે “જે ઈશ્વરનું ધ્યાન ધરે છે તેને હું બુદ્ધિયોગ આપું છું અને યોગક્ષેમ આપું છું.” મારી પાસે તો ઈશ્વરાનુંસંધાન સાધવાનાં અનેક સાધનો છે -