(10) ૩૯. ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ ક્યાં છે ? બંગાળથી આવેલા એક પત્રમાંથી નીચેનું ઉતાર્યું છે : “સંતતિનિયમનને અંગેનો ‘એક યુવકની મૂંઝવણ’ એ મથાળાવાળો આપનો લેખ જોવાનું મને ભાગ્ય મળ્યું. લેખકના મૂળ મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. પરંતુ એમાં એક લીટીમાં આપ ઈશ્વરવિષયક આપની ભાવના જણાવો છે. આપ કહો છો કે, આજકાલ નવયુવકોમાં ફૅશન છે કે ઈશ્વર વિશે વિચાર કાઢી નાંખવો. ને જણાવો છો કે, તેઓને જીવનવ્યાપી ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા નથી. (અહીં દર્શાવેલો ફકરો નીચે મુજબ છે : “ઈશ્વરને જીવનમાંથી સદંતર ઉડાવી દેવાનો અને જાગૃત ઈશ્વર પર જાગૃત શ્રદ્ધા રાખ્યા વિના જીવનની પરાકાષ્ઠાએ પહોંચી શકાય છે એવો આગ્રહ રાખવાનો આજકાલ