હિંદુ ધર્મનું હાર્દ - 8

  • 2.3k
  • 1.2k

(8) ૨૩. ઈશ્વર ક્યાં અને કોણ ? (મૂળ ગુજરાતીમાંથી) બ્રહ્મચર્યની વ્યાખ્યા આપતાં મેં લખ્યું કે બ્રહ્મને પહોંચવાને સારું જોઈતા આચાર તે બ્રહ્મચર્યહ્‌. બ્રહ્મ એટલે ઈશ્વર એટલું જાણ્યેથી ઈશ્વરના સ્વરૂપની ખબર નથી પડતી. એટલે એનું ઠીક જ્ઞાન હોય તો આપણે ઈશ્વર પ્રતિ જવાનો ઠીક માર્ગ જાણી લઈએ. ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે