(7) ૨૦. ઈશ્વર શું છે ? (સ્વિટ્ઝર્લેન્ડના વિલેનૉવમાં ‘કૉન્સેન્શિયસ ઑબ્જેક્ટર્સ’ ના સંમેલન સમક્ષ ગાંધીજીએ આપેલા ભાષણમાંથી નીચેના ફકરાઓ આપવામાં આવ્યા છે. આ ભાષણ શ્રી મહાદેવભાઈ દેસાઈના ‘યુરોપના પત્રો’ માં પ્રગટ થયું હતું.) એક ચર્ચમાં કૉન્સેન્શિયસ ઑબ્જેક્ટર્સની મીટિંગ હતી જ્યાં સેરેઝોલ(સ્વિટ્ઝરલેન્ડના એન્જિનિયર અને ગણિતજ્ઞ પિયરા સેરેઝોલ એ ‘આતરરાષ્ટ્રીય નાગરિક સભા’ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિની ઐચ્છિક સભા’ નામની સંસ્થાના પ્રણેતા હતા.) અને એના મિત્રોએ ગાંધીજીનું અદ્ભૂત સ્વાગત કર્યું હતું. હાથમાં હાત રાખીને સ્વિટ્ઝર્લેન્ડની મિત્રતાનું સમૂહગીત ગાયું હતું. અને પ્રેસિડેન્ટે લાગણીભર્યું પ્રવચન કર્યું હતું. અમે અજ્ઞાન, જેલ, જવાબદારી, મૃત્યુથી ડરીએ છીએ. તમે ભયને જાણતા નથી. અમારા હોઠ પર ‘ગિરિપ્રવચનો’ હોય છે. તમારા હૃદયમાં એ