હિંદુ ધર્મનું હાર્દ - 6

  • 2.3k
  • 1.1k

(6) વિભાગ - ૨ : શક્તિ જે વિશ્વને ટકાવી રાખે છે ૧૭. ચડિયાતો નિયમ (‘નોંધ’માંથી) (૧૧-૧૦-૧૯૨૮)નો ‘ઈશ્વર છે’ નો લોખ વાંચી એક વાચકે એમર્સનમાંથી નીચેનો સુંદર ઉતારો મોકલ્યો છે : “આપણી આસપાસ પ્રતિદિન શું ચાલી રહ્યું છે તેનો જરા વિચાર કરતાં આપણે જોઈશું કે આપણી ઈચ્છાશક્તિથી ચડિયાતો નિયમ બધા બનાવોનું નિયંત્રણ કરી રહ્યો છે. આપણે દુઃખ વેઠીને જે મહેનત કરી રહ્યા છીએ તે અનાવશ્યક અને નકામી છે કેવળ આપણા સીધાસાદા ને સ્વયંસ્ફુરિત કાર્યમાંથી જ આપણને બળ મળી રહે છે અને આજ્ઞાપાલનનો સંતોષ અનુભવવાથી આપણે દૈવી બનીએ છીએ. શ્રદ્ધા અને પ્રેમ, વિશ્વાસપૂર્ણ પ્રેમ આપણી ચિંતાનો ભારે બોજો હળવો કરે છે. ઓ