હિંદુ ધર્મનું હાર્દ - 1

  • 4k
  • 1
  • 2.1k

(1) હિન્દુત્વનો નૈતિક સિદ્ધાંત ૧. ‘હિંદુ’ અને ‘હિંદુધર્મ’ (પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી) શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ મળ્યો છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ જેવી કોઈ વસ્ત છે ખરી ? આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ