સત્ય એ જ ઈશ્વર છે - 41

  • 1.9k
  • 806

૪૧. પૃથ્વી પર શાંતિ યુરોપ આજે ઇશ્વરની અથવા ખ્રિસ્તી ધર્મની ભાવનાનું નહીં પણ સેતાનું પ્રતિનિધિ છે એવો મારો દૃઢ મત થયો છે. અને સેતાન ઇશ્વરનું નામ હોઠે લઇને કાર્ય કરતો દેખાય છે ત્યારે તેની સફળતા પણ વધારેમાં વધારે ભાસે છે. યુરોપ આજે નામનું જ ખ્રિસ્તી રહ્યું છે. ખરેખર તે મૅમન, સંપત્તિના દેવની આરાધનામાં પડ્યું છે. ‘આખું ઊંટ એક વાર સોયના નાકામાંથી નીકળી જાય પણ સંપત્તિવાળા માણસને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો શક્ય નથી.’ ઇશુએ ખરેખરું આવું કહ્યું છે. તેના નામધારી અનુયાયીઓ પોતાનો નૈતિક વિકાસ પોતાની માલિકીની ભૌતિક સંપત્તિને માપે માપે છે. યંગ ઇન્ડિયા, ૮-૭-’૨૦ ઇશુના પર્વત પરના પ્રવચનમાંથી જે ઝરા ફૂટે છે