૪૦. અણુબૉંમ્બ અને અહિંસા અમેરિકન મિત્રો કહે છે કે, બીજી કોઇ પણ રીતે નહીં થાય તેવી અહિંસાની સિદ્ધિ અણુબૉંમ્બ દ્ધારા થશે. આ વાતનો અર્થ એવો હોય કે, અણુબૉમ્બની સંહારશક્તિથી દુનિયાને હિંસા પર એવી ઘૃણા આવી જશે કે, થોડા વખતને માટે તે એ માર્ગથી પાછી વળી જશે, તો એ સાચું ખરું. પણ, કોઇ માણસ ભાતભાતની મીઠાઇ પેટ ભરી ભરીને ખાઇને ગળપણથી ઓચાઇ જાય, પછી તેને રસ્તે ન જાય, અને મીઠાઇ પર આવી ગયેલો અણગમો ઓસરી ગયા પછી પાછો બેવડા ઉત્સાહથી તેની પાછળ મંડે, તેના જેવી એ વાત થઇ. અણુબૉંમ્બની સંહારક શક્તિને કારણે હિંસાનો તિરસ્કાર કરવાને પ્રેરાયેલી દુનિયા, તે તિરસ્કારની અસર ઓસરી