સત્ય એ જ ઈશ્વર છે - 28

  • 1.8k
  • 1.1k

૨૮. શાસ્ત્રો મિ. બેસીલ મેથ્યુસ : ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો ? ગાંધીજી : (છાતી તરફ આંગળી કરીને) અહીં છે. હું દરેક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે, મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્રવચનને મારી બુદ્ધિની જગા લેવા નથી દેતો. હું માનું છું ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઇશ્વરપ્રેરિતછે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઇને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહેતા. એક તો એ કોઇ માનવી, ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઇને પસાર થાય છે. એમાંથી કશું ઇશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મેથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે હું ધર્મગ્રંથોને